Monday, October 1, 2018

ટૂંકી વાર્તા: લવજેહાદ

ટૂંકી વાર્તા: લવજેહાદ

'તો ક્યાં તું ઉસકી જાન લે લેગા? ઐસા મત કરના ખુદા કા ખૌફ તો રખ વિપુલ' અલીમાએ પોતાના પ્રેમીને ટોકતા કહ્યું. મૂંઝાયેલા વિપુલનો ગુસ્સો હતો કે, 'હું શું કરું? તને કેટલો ચાહતો હતો અને તું પરણી ગઈ પેલા આયતને, તુજે પાને કે ચક્કર મેં પુરે સમાજ સે લડ ગયા પર તું આખિર તક ના માની ઔર દેખ આજ તું દો બાય દો કી ખોલી મેં આયત કે મકાન મેં ગરીબો જૈસે રહે રહી હૈ, મેં તુજે રાની બનાકર રખના ચાહતા થા ઔર તું આજ વો છોટીમોટી મજદૂરી કરનેવાલે કી બેગમ....છી મને કહેતા પણ શરમ આવે છે, ઉસકા કુછ કરના પડેગા સોચ રહા હું કી ઉસકી સુપારી દે દુ.'

આ પ્રેમની શરૂઆત તો દસ વર્ષ પહેલાં થઈ હતી પણ એને આ પ્રેમને હજીય મંઝિલ મળી ન હતી અને એકબીજાને છુપાઈ છુપાઈને વિપુલ અને અલીમા મળતા હતા. ગાઢ પ્રેમ હોવા છતાં સમાજના ડરથી બંને અલગ હતા અને આ અલગતા એટલી બધી વધી ગઈ કે અલીમાના લગ્ન આયત સાથે થઈ ગયા પણ એ અને વિપુલ એકબીજાને છોડી ના શક્યા. દસ વર્ષનો આ પ્રેમસંબંધ એમના માટે સાચો પણ દુનિયા માટે નાઝાયઝ જ હતો.

'તું ને તો શાદી કર લી પર દેખ તેરે લિયે મૈને અભી ભી શાદી નહિ કી, કબ તક હમ યુ હી મિલતે રહેંગે, વો સૂર્યા ગેરેજવાલે કો મૈને પચીસ હજાર દીયે હૈ વો એક મહિને કે અંદર આયાત કા કામ તમામ કર દેગા, ફિર મેં ઔર તુમ ચૈન કી નીંદ સોયેંગે, મૌજ મસ્તી કરેંગે, ઔર સબસે જ્યાદા ખુશ મેરી મા હોગી જો તુમ્હે બરસો સે દુલહન કે લિબાસ મેં દેખના ચાહતી થી' વિપુલ ઠંડા કલેજે જાણે વાતોથી હત્યા કરી રહ્યો હતો.

'પણ કોઈને ખબર તો નહીં પડી જાયને' અલીમાએ ફિકર વગરનો થોડોક ડર જતાવ્યો પણ વિપુલે વાળતાં કહ્યું કે એને અત્યાર સુધીમાં ચાલીસ લોકોને માર્યા છે અને ક્યારેય કોઈ ફસાયું નથી, કામ એનું ચોખ્ખું છે, તું ડર મત ઔર મુજે ડરા મત, બસ અપને આપ કો સંભાલના ઔર થોડી દીનો તક એક્ટિંગ કરતે રહના, ફિર મેં, તુમ ઔર મેરી મા કહી ઓર રહને ચલે જાયેંગે.

થોડાક દિવસમાં જ સૂર્યા ગેરેજવાળાએ આયાત નામના મસ્ત રંગીલા સ્કુટરને સ્ક્રેપ કરી દીધું, આયતના મૌતની ખબર સાંભળી આખો મહોલ્લો ભેગો થયો પણ સૂર્યાની આવડત એટલી જોરદાર હતી કે આખીય ઘટના ને એક અકસ્માતનું સ્વરૂપ આપી દીધું. ઘરના આંગણામાં એક આયતની લાશ જોઈ બધાના હૃદય દ્રવી ઉઠ્યા સિવાય કે અલીમાને વિપુલના...

વિપુલ થોડાક દીવસ બહારગામ જતો રહ્યો અને પોતાના પ્રેમના મિલનની વ્યવસ્થા કરવા લાગ્યો. પોતાના અને અલીમા બન્નેના સમાજથી દુર એક ભાડાનું મકાન શોધ્યું અને એક નવા નામે શરૂઆત કરી. બે ત્રણ મહિના બાદ અલીમા અને એની મા બન્ને ને નવા મકાનમાં લઇ ગયો. આખી વાતથી અજાણ વિપુલની માં અલીમાને સ્વીકારી દીધી અને એક નવા પ્રેમ પ્રકરણની શરૂઆત કે જુના પ્રેમ પ્રકરણનો અંત ચાલુ થયો....

નવી જગ્યાના બદલાવ પછી વિપુલને નૌકરી મેળવવામાં ખૂબ તકલીફ પડી. પણ જીવાદોરી ચલાવવા એક નૌકરી શોધી કાઢી, પગાર તો બહુ ન હતો પણ ચાલ્યા કરતું હતું. ધીમે ધીમે પૈસાની થોડી ખૂંટ પડવા લાગી અને વિપુલ પોતાને ડબલશિફ્ટમાં નાખી વધુ મહેનત કરવા લાગ્યો. પૈસા પાછળ પ્રેમ જેમ છુપાઈ જાય એમ પામ્યા પછી પ્રેમ ભુલાવા લાગ્યો અને જે અલીમાને એ ચાહવા માટે લાવ્યો તો એને જ રિસાવવા લાગ્યો તો. થોડાક ઝગડાને બે પૈસાની ખોટ એમના વચ્ચે અંતર વધારી જતું. બીજી બાજુ અલીમા કોઈકની તરફ ખેંચાઈ રહી હતી. વિપુલની નૌકરી ગયા બાદ દરરોજ એક જુદું જુદું સ્કૂટર ઘરે આવતું અને પછી બંને બહાર ફરવા જતા. સૂર્યા ગેરેજવાળાએ પોતાનો કબજો જમાવવાનો ચાલુ કરી દીધો તો અને આ વખતે બીજું એક રંગીન સ્કૂટર સ્ક્રેપ થવા જઈ રહ્યું હતું.

પહેલી વખત તો પચીસ હજારનો ખર્ચ થયો તો હવે માત્ર બે હોઠો એ કોઈક ના કાસળ કાઢવાનું કામ કરી આપ્યું. વ્હાલથી આગોશમાં લઈ અલીમાએ ખાલી સૂર્યાને જણાવ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે પણ વિપુલ નું શુ કરું એ સમજાતું નથી.

'તું ઉસકી ચિંતા મત કર વો મેં સંભાલ લૂંગા, ઈકતાલીસ ખૂન કા અનુભવ હૈ તું ટેંશન મત લે' સૂર્યા એ શબ્દોને તલવારની જેમ ધાર કાઢી અને થોડાક દિવસમાં વિપુલની સ્મશાનયાત્રા. હવે બધા જ રસ્તા સાફ થઈ ગયા તા અને એક નવા પ્રેમ પ્રકરણની શરૂઆત કે જુના પ્રેમ પ્રકરણનો અંત ચાલુ થયો.

જે પ્રેમ પહેલા સ્કૂટર પર બહાર જોવા મળતો હતો એ હવે ઘરમાં ચાલુ થઈ ગયો, રોજની આવનજાવન જોઈને વિપુલની મા ને શંકા પડી. ખ્યાલ આવી ગયો હતો કે અલીમા અને સૂર્યા એ ભેગા મળીને જ એના દીકરાને મોતના ઘાટ ઉતાર્યો તો. ઘરડી માં શું કરી શકે? પણ જે વસ્તુ માં કરી શકે એ કોઈ ના કરી શકે અને એને પોતાના દીકરાને ન્યાય અપાવવાનું નક્કી કર્યું. પણ કોઈ રસ્તો ન સૂઝયો અને અંતે એણે હઠ પકડી.

રોજના સમય મુજબ એણે સૂર્યાને ઘરમાં પનાહ આપી અને પછી ગામવાળાને ભેગા કર્યા અને કહ્યું કે આ એક ગુંડો છે મારા દીકરાને મારી હવે આ મારી વહુની રોજ ઈજ્જત લૂંટે છે, વિફરેલા ગામવાળોએ અલીમાની વાત સાંભળ્યા વગર જ સૂર્યા પર તૂટી પડયા. ભીડનું કામ પૂરું કરે જ છોડે. સૂર્યા નામક સ્કૂટર હવે આથમી ગયું. પણ હજીય એક જણનો હિસાબ બાકી છે અલીમાનો, વિપુલની માં એ પોતાના પર કેરોસીન છાંટીને આત્મદાહ કર્યો અને સુસાઇડ નોટમાં લખ્યું કે હું મારી વહુ અલીમાના ત્રાસથી આત્મહત્યા કરું છું.

પોતાની સાસુના મૌત ના કારણસર અલીમાને સાત વર્ષની સખત કેદ થઈ અને જેલના સળિયા ગણતા ગણતા ખુદને કહે છે કે મેં અબ દો બાય દો કી ખોલી મેં ગરીબો જૈસે રહે રહી હું, ના મેં કિસીકી રાની બન પાઈ ઔર નાહી છોટીમોટી મજદૂરી કરનેવાલે કી બેગમ...છી મુજે શરમ આતી હૈ ઐસે કામ કર કે....

અંતિમ સ્પર્શ:
કોઈને મારી ક્યાંય તને ના પનાહ મળે,
ગુનાહ બાદ, ના ઈશ્વર ના ખુદાહ મળે.

- નિશાંક મોદી

No comments:

Post a Comment