બે જિંદગી
“આપણા લીધેલા ફૈસલાને કાયમ રાખવા આજ પછી આપણે બંને એકબીજાની જિંદગીમાં સહેજ પણ દખલ નહિ કરીએ. બસ આ આપણી છેલ્લી મુલાકાત હશે. પણ આજનો આખો દિવસ હું તારી સાથે પસાર કરવા માંગું છું.” ચોમેર વરસતા વરસાદમાં ભીંજાયેલી આંખો સાથે જૈવિકે પરિતાને કહ્યું. આજે આ બે જિંદગીઓ છૂટી પડી રહી હતી. પોતાની મોટી બહેને માતા-પિતાની વિરુદ્ધ જઈને બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા. અને આ બાબતને લઈને પરિતાના કુટુંબમાં એક જ્વાળામુખી ફાટ્યો હતો. એવામાં જો પરિતાના પ્રેમ પ્રકરણ વિષે ખબર પડે તો બળતામાં ઘી હોમવા જેવું થાત. પરિતાના માતા-પિતાએ પોતાની નાની દીકરી આવું કોઈ પગલું ન ભારે તે માટે પરિતાની પસંદ-નાપસંદ જાણ્યા વગર જ તેના લગ્ન પોતાની જ્ઞાતિના ઉચ્ચ કુટુંબમાં નક્કી કરી દીધાતા. આજના મોર્ડન જમાનામાં પણ સંસ્કારી દીકરીએ પોતાના માતા-પિતાની વાતનું માન રાખી તેમણે લીધેલા નિર્ણયનો સ્વીકાર કર્યો હતો. બે દિવસમાં તો સફળ પ્રેમી-પંખીડાઓ લગ્ન માટે નિષ્ફળ બની રહ્યા હતા. એકબાજુ પરિતાના ઘરે ગોળ-ધાણા ખવાઈ રહ્યા હતા અને બીજીબાજુ જૈવિકના ઘરે છોકરીવાળા તરફથી જન્માક્ષરની આપ લે થઇ રહી હતી. જૈવિકને ખ્યાલ આવી ગયો હતો કે પરિતાનો સાથ હવે થોડા દિવસ માટે જ છે. અને આખરે તેમણે એવો ફૈસલો લીધો કે, તે પોતાના આ સાચા પ્રેમને વધુ આગળ નહિ લંબાવે. અને તેઓ પોતપોતાની જિંદગીમાં આવનાર નવા જીવનસાથીને પ્રેમથી સ્વીકારશે. આ બે જિંદગીઓ બીજી આવનારી બે જિંદગીઓ માટે પોતાની જિંદગીઓ સાથે રમત રમી રહ્યા હતા. આખો દિવસ સાથે વિતાવ્યા પછી જૈવિક અને પરિતા છુટા પડ્યા. થોડાક સમય બાદ પરિતાએ પોતાના માતા-પિતાએ પસંદ કરેલા મુરતિયા વિનય સાથે લગ્ન કરી લીધા. અને જન્માક્ષર મળતાની સાથે જ જૈવિકે પણ ઝલક માટે હા પાડી દીધી.
હવે પરિતા અને જૈવિક બંને એકબીજાના પ્રેમને ભૂલી ચુક્યા હતા પણ પરિતાને સપનામાંય ખ્યાલ ન હતો કે જે નવી eeજિંદગી માટે પોતાની જિંદગી દાવ પર લગાવીતી તે તેનો સાથ નહિ આપે. થોડાક દિવસ વીત્યા ને મોરે કળા કરવાની શરુ કરી. વિનય પરિતા નો ધીરે ધીરે તિરસ્કાર કરવા લાગ્યો અને પરિતા સાથેનું વર્તન અજુગતું થવા લાગ્યું. વિનય પહેલેથી જ કોઈ છોકરીના ચક્કરમાં હતો અને એ છોકરી એ વિનય ને પોતાની પ્રેમજાળમાં ફસાવી રાખ્યો તો. વિનય એ છોકરી પાછળ ધનદોલતથી માંડી સમાજમાં મેળવેલી પ્રતિષ્ઠા પણ ગુમાવી રહ્યો હતો. પરિતાએ પોતાના પ્રેમી જૈવિકને આપેલા વાયદા મુજબ ઘરસંસાર ના ભાંગે તે માટે સતત પ્રયાસ કરતી રહી. પરિસ્થિતિ એટલી કપરી આવી ગઈ કે ના છુટકે પરિતા એ વિનયને છૂટાછેડા આપવા પડ્યા. વિનયે પેલી છોકરી જોડે લગ્ન કરી લીધા અને પરિતા એકલી પડી. હવે પરિતાને પોતાની સાથે બનેલી આ કરુણ ઘટનાનો ખુબ જ અફસોસ હતો. કારણ કે એ ધારત તો જૈવિક જોડે માતા પિતાની વિરુદ્ધ જઇ લગ્ન કરી લીધા હોત. થોડાક દિવસ સુધી ઘરમાં લોકો સાથે મતભેદ રહેત પણ આખરે જિંદગીમાં આવી ઘટના તો ના બનત. પણ આવા અફસોસો કાઈ જિંદગી થોડી બદલે છે.
“ઘણી કરી ઈશ્વરની પૂજા ને ઘણી કરી ખુદાની બંદગી,
પણ આજે મળી સફળતા જ્યાં સુધારી કોઈની જિંદગી.”
- નિશાંક મોદી